આપણા ઔદ્યોગિક એકમ દ્વારા ઉત્પાદિત ઉત્પાદન કોરુગેટેડ બોક્સ એ આજની બજાર વ્યવસ્થા માં સૌથી લોકપ્રિય એવું પેકેજીંગ નું શીપીંગ કન્ટેનર છે. અને હાલના દિવસોમાં વેપારના બધાં ક્ષેત્રો માટે અનિવાર્ય છે, જે ડિજિટલ અને ઈ-કોમર્સના આજના યુગ ને પ્રસ્તુત કરે છે.

આપણા વ્યાપારની સાત દાયકાની સફળ યાત્રા માં કેમિકલ, ટાઇલ્સ અને સેનેટરી-વેર, ફાર્માસ્યુટિકલ, એન્જિનિયરિંગ, FMCG, ગ્લાસ, ખાદ્ય પદાર્થ, ફ્રુટ અને વેજીટેબલ, બેવરેજીસ, પેસ્ટીસાઈડ, ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી, ટોબેકો વિવિધ બજારોમાં સેવા આપવાની આ સફળ યાત્રા અવિરત ચાલુ છે.

વર્તમાન વિશ્વના અર્થતંત્રમાં રેડિકલ ઈ-કોમર્સ નિર્ણાયક ભૂમિકા ભજવીને પેકેજીંગ ક્ષેત્ર પર નિર્ભર રહેવા ઉત્પાદનો માટે ભારે દબાણ સર્જેલ છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતના દાયકાઓમાં પશ્ચિમી વિશ્વના વિશેષ કરીને વિકસિત દેશોના ઔદ્યોગિક એકમો દ્વારા માત્ર યોગ્ય પેકેજીંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરેલ. પરંતુ હવે દક્ષિણ પૂર્વ-એશિયા અને લગભગ સમગ્ર વિશ્વ સહિતના વિકાસશીલ દેશોએ પેકેજીંગ ક્ષેત્ર પ્રત્યેનો પોતાનો દ્રષ્ટિકોણ બદલેલ છે.

આજના વિશ્વમાં આપણા ઉદ્યોગોમાં અસંખ્ય જગ્યાએ લાકડાના બોક્સ ના સ્થાને કોરુગેટેડ બોક્સના ઉપયોગને સ્થાપિત કરવામાં સંલગ્ન છે. આજે વિશ્વભરમાં તમામ પ્રકારના શિપમેન્ટ માં ૮૦ ટકાથી વધુ ઉપયોગ ફાઇબર બોર્ડ બોક્સ નો અને ભારતમાં ૬૦ ટકા કરતાં વધુ કોરુગેટેડ ફાઇબર બોક્સ નો ઉપયોગ કરવામાં આવે છે. અને સાંપ્રત વિશ્વમાં કોરુગેટેડ બોક્સ ક્ષેત્રે આપણા વેપારનો હિસ્સો વધારવા માટે ભવિષ્યમાં ઘણી તકો ધરાવીએ છીએ.

પ્લાસ્ટિક પેકેજિંગ ક્ષેત્રમાં અંશતઃ પ્રતિબંધ પછી પણ આપણી પાસે ઝડપથી અને નિયમિત વૃદ્ધિ થવાની વિપુલ તકો છે. ઉપરાંત ઈ-કોમર્સ ની બજાર માંગને લઇને ભારતીય કોરુગેટેડ બોક્સ માર્કેટમાં વૃદ્ધિ થઈ રહી છે. જોકે કોવિડ-૧૯ મહામારી ના આગમન બાદ બજાર પર વિપરીત અસર થયેલ, ભારતના ઊભરતા મધ્યમ વર્ગીય પરિવારોની બદલાતી જીવનશૈલીના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં કોરુગેટેડ બોક્સ ઉદ્યોગમાં વાર્ષિક સરેરાશ ૧૭ ટકાથી પણ વધારે વધારો જોવા મળે છે. CAGR ના રિપોર્ટ અનુસાર ભારતીય કોરુગેટેડ બોક્સ ઉત્પાદન ક્ષેત્રમાં ૨૧.૮ ની હકારાત્મક નોંધણી થયેલ છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩ સુધીમાં ૬૩ હજાર કરોડને આંબી જવાની અપેક્ષા છે.

વૈશ્વિક ઓનલાઇન વેચાણ ઈ-કોમર્સ દ્વારા થતાં છૂટક વેચાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેનો આંકડો ૨૦૨૩ સુધીમાં ૫.૫ ટ્રિલિયન ડોલરને આંબી જવાની શક્યતા છે. જેને લઇને પેકેજીંગ ક્ષેત્રના માર્ગમાં અદભુત વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને કોરુગેટેડ બોક્સ ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગમાં ૮૦% બજાર માંગ નું પ્રતિનિધિત્વ કરશે.

ઉપરોક્ત આર્થિક વિકાસ દરના ૫૫ ટકા બજાર માંગ માંથી આપણે મોટો વેપાર મેળવવાની ધારણા રાખીએ છીએ. જે લગભગ ૪૦,૦૦૦ કરોડની આસપાસ થવા સંભવ છે. યોગ્ય આયોજન અને દીર્ઘ દ્રષ્ટિકોણ કેળવવાથી આ લક્ષ્ય હાંસલ કરી શકાશે.
આપણા દ્વારા યોજનાબદ્ધ રીતે આગળ વધવાથી, ભવિષ્યના બજારની માંગ માટેની રૂપરેખા થઈ શકે તેમ છે. આપણી પાસે કુદરતી સંશાધનો, અસરકારક સંચાલન, શ્રમિક વર્ગ, આધુનિક મશીનરી જેવા શક્તિશાળી વિકલ્પો હોવાના લીધે આપણા ઉત્પાદનોને હાલની બજાર વ્યવસ્થા માં ગ્રીન પ્રોડક્ટ તરીકે સ્થાપિત કરી શકીશું. જે આજના સમયને અનુકૂળ છે. અને તેને પુનઃ ઉપયોગમાં માં લઇ શકાય છે. તેમજ વિવિધ આકારો અને કદમાં ઉપલબ્ધ છે. વિશેષમાં પર્યાવરણને અનુકૂળ હોય, આ બધા પરિબળો એક અથવા બીજી રીતે તમામ ક્ષેત્રમાં આર્થિક મૂલ્યને વધારશે.

વર્તમાન વૈશ્વિક પ્રવાહોની બદલાતી તાસીર અને અર્વાચીન બજારમાં AI અને BIG DATA ઇન્ટેલ થયેલ ગ્રાહકો પર ના વિવિધ સ્તરના વિશ્લેષણ ને આધારિત ઉપલબ્ધ માહિતી ના ઉપયોગથી આજના ગ્રાહક સાથે પ્રામાણિક જોડાણ કરી, ઉત્પાદિત વસ્તુઓની વૃદ્ધિની તકો ઓળખવા માટે થયેલ પ્રયત્નોથી સ્થાપિત બજારમાં આવતા પરિવર્તનથી પેકેજીંગ ને વધુ યાદગાર બનાવવા આવશ્યક ઘટક તરીકે ઉપયોગી નીવડશે. તથા નવા વપરાશકારો માટે ખરીદીનો નવો અનુભવ નવા ખરીદ કારોને આકર્ષવામાં મદદરૂપ નીવડશે. આપણા ઉદ્યોગો માટે ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આપણા ઉત્પાદનોમાં કાચા માલનો પુરવઠો એ મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે ભૂમિકા ભજવશે જેના માટે આપણે બધાએ ભેગા થઈને ચર્ચા કરવી જોઈએ. આપણે બધાએ સ્પર્ધકો મટીને એક ઘટક બનીને પરસ્પર એકબીજાને જરૂરિયાતોની પૂર્ણતા કરવી જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે આપણા ઉદ્યોગમાં હાલની ઉપલબ્ધ તકો સમુદ્ર જેટલી વિશાળ છે. આ ઉદ્યોગની એક વિશિષ્ટ વિશેષતા એ છે કે, એક તરફ મોટા તેમજ નાના પાયાના ક્ષેત્રોમાં ઘણાય એકમો છે. જે બીમાર છે અને યોગ્ય રીતે કાર્ય કરવામાં અસમર્થ છે જ્યારે બીજી બાજુ ઘણા બધા એકમોમાં વિપુલ પ્રમાણમાં ઓર્ડરો મળવાથી ઈષ્ટતમ ઉત્પાદન ક્ષમતાને મેળવવા મથી રહેલ છે.

કોરુગેટેડ બોક્સ ઉત્પાદનની સફળતાના ઉપક્રમે એક મહત્વપૂર્ણ પરિબળ સામે આવ્યું છે કે જથ્થાબંધ વપરાશકારો પાસેથી ઓર્ડર મેળવવાની ક્ષમતા વધી રહેલ છે. બીજી બાજુ ફક્ત મોટા અને નિયમિત ઓર્ડર મળવા થકી જેતે એકમની સ્થિરતા સુનિશ્ચિત થાય છે. આપણા ક્ષેત્રના બજારોની સંભાવનાઓ સર કરવા માટે વ્યક્તિગત ઉદ્યોગસાહસિક દ્વારા અપનાવેલી વ્યૂહરચના પર ઘણુ નિર્ભર રહે છે. અને તેથી જ ફક્ત પ્લાન્ટ અને મશીનરીમાં જ રોકાણ કરવા પર ધ્યાન આપવાની સાથે વ્યવસાયિક વ્યૂહરચના અને ઉત્પાદિત ચીજવસ્તુઓ ની બજારમાં સુવ્યવસ્થિત જાહેરાત જેવા પરિબળ ઇચ્છિત પરિણામ મેળવવામાં મહત્વનો ભાગ ભજવશે.

આ સાથે આવનાર સમયમાં આપણી સંસ્થા અવિરતપણે વિકાસ કરતી રહે સાથે સાથે આપ સર્વે પણ ખૂબ જ વિકાસ કરતા રહો તેવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના ની સાથો સાથ આપ સર્વે મારામાં મુકેલા વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

એજ આપનો વિશ્વાસુ
પ્રહલાદભાઈ યુ. પટેલ, પ્રમુખ, GCBMA CORRUGATED BOX MANUFACTURE CHARITABLE ASSOCIATION